જામનગરમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રવિવારે પોલીસ હેડ ક્વાર્ટર શરૂસેકશન ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. જેમાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કરશે. જ્યારે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને ધ્યાને લઇ તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આ માટે રિહર્સલ પણ યોજાયું હતું. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીનું પ્રવાસન મંત્રી ઉપસ્થિત રહેનાર હોય, કોઇ ખામી ન રહે તે માટે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રન, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા તેમજ આસ્થા ડાંગર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમનું રિહર્લસ યોજ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ અંગે તૈયારીનું નિરિક્ષણ કર્યું હતું.