Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં શનિ-રવિ ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ

જામનગર જિલ્લામાં શનિ-રવિ ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ

વરસાદી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને ન જવું : આકાશી વીજળી પડવાથી બચવા માટે ‘દામીની’ એપ ડાઉનલોડ કરવી

- Advertisement -

રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઇ છે અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મહદઅંશે વાવણીલાયક વરસાદ પડી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી શનિવાર અને રવિવાર બે દિવસ જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં એક સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને તાલુકા મથકે સરેરાશ 3 થી 5 ઈંચ જેટલો વાવણીલાયક વરસાદ પડી ગયો છે. ત્યારે અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી તા.9 અને તા. 10 ના શનિ-રવિ જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમો અને તળાવો ઓવરફલો થવાની શકયતા હોવાથી અગાઉના વર્ષોમાં લોકો દ્વારા ગફલતમાં રહી ખોટા સાહસો કરી પાણીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી અને વરસાદના પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોતની ઘટનાઓ બની છે. તેમજ આકાશી વીજળી પડવાથી લોકોના મોત નિપજે છે. આ સંદર્ભે જામનગર જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં રહેવું નહીં અને અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહીં તેમજ બાળકોને આવા પાણીથી દૂર રાખવા તથા બિનજરૂરી સાહસ ન કરવા તેમજ પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહીં. ઉપરાંત આકાશીથી વીજળીથી બચવા માટે દામીની એપ ડાઉનલોડ કરવી. જેથી વીજળીથી બચી શકાય. ચોમાસા સંદર્ભે કોઇપણ અઘટિત ઘટના બને તો તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાના ક્ધટ્રોલ રૂમ 0288-2553404 ઉપર તાત્કાલિક જાણ કરવા અધિક નિવાસી કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular