જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી તથા આચાર્યની બદલીમાં મામકાવાદના આક્ષેપ સાથે વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે અને આ અંગે યોગ્ય તપાસ કરી નિરાકરણ કરવા માંગણી કરાઇ છે.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સરકારના નિયમો નેવે મુકી 30 શિક્ષકોની નિમણુંક કરવામાં આવી હોય આ અંગે શિક્ષકોની ભરતી કયા નિયમોને આધારે કરી છે. તેના પરિપત્ર તેમજ આચાર્યની બદલીના નિયમોની ખરી નકલો અને સંપૂર્ણ માહિતી પણ માંગવામાં આવી છે. જો તેમા ગેરરીતી જણાશે તો કોર્ટ કાર્યવાહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.