Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરકેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહનું એરપોર્ટે સ્વાગત

કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહનું એરપોર્ટે સ્વાગત

મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવ, એસ.પી. પ્રેમસુખ ડેલુએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહ અને સહકારિતા મંત્રીના સ્વાગતમાં મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજકોટ રેન્જના આઈજી અશોક યાદવ, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ એર કમાન્ડર આનંદ સોઢી સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થયા હતાં અને દ્વારકા ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. ત્યારબાદ દ્વારકાથી જામનગર પરત આવી તેઓ અમદાવાદ જવા માટે રવાના થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular