રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આજે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું.
રાજ્યપાલના સ્વાગતમાં કલેકટર બી. એ. શાહ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, શહેર પ્રાંત અધિકારી દર્શન શાહ, એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર સચિન ખેંગાર, આસિસ્ટન્ટ મેનેજર પ્રશાંત મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.