Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલાલપુરના દુકાનદારો રવિવારથી કેરોસીનના વ્યાજબી ભાવના જથ્થાનું વિતરણ નહીં કરે

લાલપુરના દુકાનદારો રવિવારથી કેરોસીનના વ્યાજબી ભાવના જથ્થાનું વિતરણ નહીં કરે

- Advertisement -

રાજ્યમાં એક પછી એક એકમોના એસોસિએશનો પોતપોતાની વાજબી માંગણીઓને લઈ આંદોલનો કરી રહ્યા છે ત્યારે એમાં વધુ એક એકમ ’ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર એસોસિએશન’ પણ અગ્રસર થયુ છે.
વ્યાજબી ભાવના રાજ્યના દુકાનદારો પોતાની વાજબી માંગણીઓને લઈ છેલ્લા ઘણા સમયથી રજુઆતો કરતા આવે છે પરંતુ તંત્ર કોઈ ધ્યાન પર લેતુ નથી ત્યારે ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર એસો.એ આ નિંભર તંત્રના કાને અવાજ પહોચાડવા માટે આગામી 2 ઓક્ટોબરથી વ્યાજબી ભાવના માલના જથ્થાનું વિતરણ નહી કરવાનો નિર્ણય જાહેર કરેલ છે જેમાં લાલપુર તાલુકા ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર એસો.એ આ આંદોલનને સમર્થન આપતા બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી માલના જથ્થાનું વિતરણ નહી કરવાનો નિર્ણય લીધો છે જે અંગે આવેદનપત્ર આપી લાલપુર મામલતદારને સુચિત કરેલ છે. આ તકે લાલપુર તાલુકાના તમામ દુકાનદારો ઉપસ્થિત રહેલ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular