Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયલોન પ્રક્રિયા પારદર્શી બનાવવા આરબીઆઈની બેન્કોને તાકીદ

લોન પ્રક્રિયા પારદર્શી બનાવવા આરબીઆઈની બેન્કોને તાકીદ

લોન આપવામાં બેન્કો મનફાવે તેવા ચાર્જ વસુલી નહીં શકે

- Advertisement -

આરબીઆઈએ સતત છઠ્ઠીવાર રેપોરેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, આથી બધા પ્રકારની લોનની ઈએમઆઈ (હપ્તા)માં કોઈ ફેરફાર નહીં થાય, જો કે આરબીઆઈએ નોન લોન ધારકોને કેટલીક રાહત આપી છે, દરમિયાન આરબીઆઈએ એલાન કર્યું છે કે લોન આપતી વખતે બેન્ક મનમાન્યા ચાર્જ વસુલી નહીં શકે. ગ્રાહકને લોન આપતી લાગનારા બધા ચાર્જના બારામાં ગ્રાહકને જાણકારી આપવી પડશે.

- Advertisement -

બેન્કો માટે આ ફરજીયાત કરવામાં આવ્યુ છે કે તે બધા રીટેલ અને એમએસએમઈને આપવામાં આવનાર લોન માટે ભાન અને અન્ય શરતોનું પુરું વિવરણ આવે બેન્કોએ ગ્રાહકોનું એક સરળ, સમજવામાં આસાન ફોર્મમાં બધી જાણકારી વાળું વિવરણપત્ર આપવું પડશે. આથી લોકોને સમજી વિચારીને નિર્ણય લેવામાં મદદ મળશે. હાલ આવા વિવરણ કોમર્શિયલ બેન્કો તરફથી પર્સનલ લોન લેનારાઓને આપવામાં આવે છે.

ઘણીવાર જોવામાં આવ્યું છે કે કેટલીક બેન્કો લોન માટે આવતા ગ્રાહકો પાસેથી મનમાન્યા ચાર્જ વસુલતી હોય છે. લોનનો વ્યાજદર ફિકસ છે કે ફલોટિંગ એ બેન્કે બતાવવું પડશે, પ્રોસેસીંગ ચાર્જ, સમય પહેલા પેમેન્ટ ચાર્જ, વિલંબ ચાર્જ, વિવાદનું નિરાકરણ ફી વગેરેનો ઉલ્લેખ બેન્કોએ કરવો પડશે. આથી ગ્રાહકોને પ્રક્રિયા સમજવામાં સરળતા રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular