Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પણ રાવત

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પણ રાવત

- Advertisement -

ગઈકાલના રોજ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારે આજે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે તીરથસિંહ રાવતના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. આજે રોજ દહેરાદુનમાં ભાજપની બેઠક મળી હતી તેમાં નવા મુખ્યમંત્રી તરીકે તીરથસિંહ રાવતના નામની ઘોષણા કરવામાં આવી છે. બુધવારે સાંજ સુધીમાં તેઓ મુખ્યમંત્રીના પદ તરીકેના શપથ લેશે. તીરથસિંહ રાવત ગઢવાલના બીજેપીના સાંસદ છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે તીરથસિંહ રાવતને શુભેચ્છાઓ પાઠવી.

- Advertisement -

જાણો કોણ છે તીરથસિંહ રાવત

તીરથસિંહ રાવત ગઢવાલના બીજેપીના સાંસદ છે.વર્ષ 2002 સુધી તેઓ ઉત્તરાખંડના શિક્ષામંત્રી રહી ચુક્યા છે. તેઓ તીરથસિંહ રાવત ઉત્તરાખંડના પ્રથમ શિક્ષામંત્રી રહી ચુક્યા છે. 1997-2002 સુધી  ઉત્તરપ્રદેશ વિધાનપરિષદના સભ્ય હતા. તેમજ 2013-2015 સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહી ચુક્યા છે. અને   2012-2017 સુધી તેઓ ઉત્તરાખંડ વિધાનસભાના  સભ્ય રહી ચુક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular