Tuesday, December 24, 2024
Homeસ્પોર્ટ્સરવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ

રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ

- Advertisement -

- Advertisement -

રવીન્દ્ર જાડેજાની 19મી ઓવરમાં સટાસટીથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલના રવિવારના પહેલા મેચમાં આખરી દડે કોલકતા નાઇટ રાઇડર્સ સામે બે વિકેટે દિલધડક વિજય હાંસલ કરીને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સીએસકે 10 મેચમાં 16 પોઇન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે. કેકેઆરનો 172 રનનો વિજય લક્ષ્યાંક ચેન્નાઇએ આખરી દડે પાર પાડયો હતો. અંતિમ દડામાં સીએસકેને જીત માટે એક રનની જરૂર હતી. ક્રિઝ પર આવેલા દીપક ચહરે સીંગલ લઇને કેકેઆરને સતત ત્રીજી જીતથી દૂર રાખ્યું હતું. 19મી ઓવરમાં પ્રસિધ્ધ કૃષ્ણાની ધોલાઇ કરીને રવીન્દ્ર જાડેજાએ સટાસટી કરીને બે છકકા અને બે ચોકકાથી કુલ 22 રન ઝૂડી નાંખ્યા હતા. આથી ચેન્નાઇને આખરી ઓવરમાં માત્ર 4 રન જ કરવાના હતા, પણ સુનિલ નારાયણે પહેલા દડે સેમ કરન (4)ને આઉટ કરીને મેચમાં રોમાંચની વાપસી કરાવી હતી. બીજા દડામાં ઠાકુર રન કરી શકયો ન હતો. ત્રીજા દડે તેણે ત્રણ રન કર્યાં હતા. આથી સીએસકેને ત્રણ દડામાં એક રનની જરૂર હતી પણ રવીન્દ્ર ચોથા દડે રન કરી શકયો ન હતો અને પાંચમા દડે એલબીડબલ્યૂ આઉટ થયો હતો. આથી મેચ આખરી દડા સુધી પહોંચ્યો હતો. દીપક ચહરે આખરી દડે એક રન લઇને સીએસકેને બે વિકેટે વિજય અપાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ પાસા પલટાવીને 8 દડામાં 22 રન કર્યાં હતા.

કેકેઆરના 171 રનના પડકારરૂપ સ્કોરના જવાબમાં ચેન્નાઇએ સંગીન શરૂઆત કરીને પહેલી વિકેટમાં પ0 દડામાં 74 રનની ભાગીદારી કરી હતી. ઋતુરાજ ગાયકવાડે 28 દડામાં 2 ચોકકા-3 છકકાથી આક્રમક 40 અને ફાક ડૂ પ્લેસિસે 30 દડામાં 7 ચોકકાથી 43 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 28 દડામાં 32 રનનું યોગદાન આપ્યું હતું. રાયડૂ 10 રને અને રૈના 11 રને પાછા ફર્યાં હતા. કપ્તાન ધોનીએ ફરી નિરાશ કર્યાં હતા. તે 1 રને મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીના દડામાં બોલ્ડ થયો હતો. બાદમાં રવીન્દ્રએ રંગ રાખ્યો હતો અને 22 રન કરીને ચેન્નાઇને જીત અપાવીને પ્લેઓફમાં પહોંચાડી દીધું હતું. કેકેઆર તરફથી નારાયણે 3 વિકેટ લીઘી હતી.

- Advertisement -

આ પહેલા કોલકતાએ રાહુલ ત્રિપાઠીના 33 દડામાં 4 ચોકકા-1 છકકાથી 4પ, નીતિશ રાણાના 27 દડામાં 3 ચોકકા-1 છકકાથી 37, દિનેશ કાર્તિકના 11 દડામાં 3 ચોકકા-1 છકકાથી 26 અને રસેલના 1પ દડામાં 2 ચોકકા-1 છકકાથી 20 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 171 રન કર્યાં હતા. સુકાની મોર્ગન (8)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. ગિલ 9 રને અને યુવા વૈંકટેશ અય્યર 18 રને આઉટ થયા હતા. ચેન્નાઇ તરફથી હેઝલવૂડ અને ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular