Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સ2000+ રન અને 200+ વિકેટ પૂર્ણ કરનાર રવિન્દ્ર પાંચમો ઓલરાઉન્ડર

2000+ રન અને 200+ વિકેટ પૂર્ણ કરનાર રવિન્દ્ર પાંચમો ઓલરાઉન્ડર

- Advertisement -

ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ફરી એકવાર વરસાદે ખલેલ પહોેંચાડી છે. પંત 25 રન કર્યા બાદ રોબિન્સનનો શિકાર બન્યો હતો. રાહુલ અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 60 રનની ભાગીદારી નોેંધાવી હતી. બે વર્ષ બાદ ટેસ્ટ રમનાર લોકેશ રાહુલ 84 રને એન્ડરસનનો શિકાર બન્યો હતો. આ એન્ડરસનની 620મી વિકેટ હતી.સાથે જ તે કુબલેને પાછળછોડી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવામાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જાડેજા 56 રન બનાવી આઉટ થયો હતો. મેચમાં ત્રીજા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડના બીજી ઇનિંગમાં વિના વિકેટે 25 રન થયા છે.

- Advertisement -

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ઇયાન બોથમે માત્ર 42 ટેસ્ટમાં 2000 કરતા વધુ રન અને 200 કરતાં વધુ વિકેટ ઝડપી ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ કાયમ કર્યું હતું.આ ઉપરાંત ભારતના કપીલ દેવ અને પાક.ના ઓલરાઉન્ડર ઇમરાનખાને 50-50 ટેસ્ટમાં આ સિધ્ધિ મેળવી હતી. ભારતના આર. અશ્ર્વિને 51 ટેસ્ટમાં અને રવિન્દ્ર જાડેજાએ 53 ટેસ્ટમાં આ સિધ્ધિ મેળવી છે. ઓલરાઉન્ડરની આ ક્રમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થતાં જામનગરવાસીઓ ગૌરવ અનુભવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular