થોડા દિવસો પહેલા જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના ફર્સ્ટ AC કોચમાં યાત્રા કરી રહેલા યાત્રીઓની સુટકેસ ઉંદરોએ કોતરી નાખી હતી. કોલકાતા મુંબઈને જોડતી ટ્રેનના એક યાત્રીની પોસ્ટ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચી રહી છે અને રેલ્વેની સુવિધાઓ અને સફાઈની વાતો પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
@RailMinIndia @RailwaySeva @Central_Railway @PMOIndia
Train 12102 Departed on 19th May Coach H1 Seat A-2.
PNR
6535087042.Suitcases damaged by rodents.
Trying to the TC for half hour to lodge complaint. pic.twitter.com/EfeX39EYI4— ✨CG✨ (@CG_bharatiya) May 21, 2024
પોસ્ટમાં જોવા મળતી વિગતો મુજબ એક પેસેન્જર પોતાની લાલ કલરની સુટકેસ સાથે દેખાઈ રહ્યા છે. તેમણે પોતાના PNR નંબર સાથે જણાવ્યું છે જે ઉંદરો દ્વારા ક્ષતિગ્રસ્ત સુટકેસ અને ફરિયાદ કરવા માટે અડધી કલાકથી કોશિશ કરી રહ્યા છે. જેમાં રેલ્વેના આધિકારિક X હેન્ડલ પરથી જવાબ પણ આવ્યો છે કે તેઓ ચિંતિત છે અને તેમની મદદ માટે ફોન નંબર માંગ્યા હતા અને ત્વરિત સમાધાન માટે 139 પર કોલ કરવા પણ જણાવ્યું હતું.
જો કે આ પોસ્ટ જોયા પછી લોકોનો ગુસ્સો રેલ્વે પર ફૂટી નીકળ્યો હતો અને લોકોએ કડવી પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું હતું.