Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરભોઇ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા દ્વારા બાળકો માટે લેઝિમ કલાસ તથા...

ભોઇ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા દ્વારા બાળકો માટે લેઝિમ કલાસ તથા લાઠીદાવનો પ્રારંભ

- Advertisement -

ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળા પરિવાર દ્વારા બાળકો માં આવેલ ઊણપને દૂર કરવા તેમજ કોરોના પછી બાળપણ ને ઘર માંથી બહાર લાવવા 5 વર્ષ થી લઈ 15 વર્ષના બાળકો માટે ફ્રી લેઝીમ કલાસ તેમજ લાઠી દાવ બીલાકડીનો પ્રારંભ કરાયો હતો.

- Advertisement -

જેમાં 60 જેટલા બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર લઈ આવવા માટે અને શારીરિક અને માનસિક રીતે બાળકોનો પૂર્ણ વિકાસ માટે આ કલાસ ચલાવવામાં આવે છે.

- Advertisement -

લેઝીમના વિશેષજ્ઞો દિવ્યેશ જેઠવા,જયદીપ વારા,વૈભવ જેઠવા ,રિશી દાઉદિયા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે
સાથોસાથ બાળાઓ અને બાળકો ને લાઠી દવ બિલાકડી જેવા દાવ કપિલ જેઠવા અને સાથી સ્વયંસેવક દ્વારા શીખવામાં આવી રહ્યા છેે.

આ સમગ્ર શિબિર અને કેમ્પોનું સંચાલન સહમંત્રી મિતેષ દાઉદીયા, ધર્મેશ જેઠવા, હિતાર્થ વારા, ધવલ રાઠોડ, ઉદિત વારા, તેમજ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બાળકોના ઉત્કર્ષને વધારવા માટે રાત્રિશાળા દ્વારા વિવિધ કેમ્પો ચલાવશે એવું પણ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular