Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરવ્હોરાના હજીરા પાસે રંગમતિ નદી ઉપર ચેકડેમ બનાવવા સહિત રૂા.7 કરોડના કામોને...

વ્હોરાના હજીરા પાસે રંગમતિ નદી ઉપર ચેકડેમ બનાવવા સહિત રૂા.7 કરોડના કામોને સ્ટેન્ડીંગ કમિટીમાં બહાલી

ઢોરના ડબ્બામાં ઘાસચારો સપ્લાય કરવા 50 લાખનો ખર્ચ મંજૂર : 26 જાન્યુઆરીની ઉજવણી વોર્ડ નં.15-16 માં કરાશે

- Advertisement -

જામનગર શહેરમાં વ્હોરાના હજીરા પાસે રંગમતિ નદી ઉપર રિવર બ્રીજ ચેકડેમ તથા રીટેનીંગ વોલ બનાવવા રૂા.5.86 કરોડ સહિત કુલ રૂા.7 કરોડ 4 લાખના વિવિધ કામોેનો સ્ટેન્ડીંગ કમિટિના બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી 26મી જાન્યુઆરીની ઉજવણી વોર્ડ નં.15 – 16 માં કરવા અંગે મંજૂરી અપાઇ હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આજરોજ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડે. મેયર તપન પરમાર, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ તથા સ્ટેન્ડીંગ કમિટિના 11 સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સ્વર્ણિમ જયંતી, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ 2020-21 અંતર્ગત વ્હોરાના હજીરા પાસે રંગમતિ નદી ઉપર રિવરબ્રીજ ચેકડેમ તથા રિટેનીંગ વોલ બનાવવા માટે રૂા.5.86 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના ઢોર-ડબ્બાઓમાં ઘાસચારો સપ્લાય કરવા માટે 50 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. તેમજ એમ.ઈ.એસ.(મીલેટ્રી એન્જીનિયરીંગ સર્વિસ)ની 100 ટકા ગ્રાન્ટ અન્વયે એમ.ઈ.એસ. ગેઇટ રણજીતસાગર રોડથી ફીડીંગ કેનાલ ક્રોસીંગ, રણજીતસાગર રોડ ક્રોસીંગ, હર્ષદમીલ ચાલી, મહાવીર પાર્ક ગાર્ડન કેનાલ સુધી અંડરગ્રાઉન્ડ સ્ટ્રોમ વોટર પાઈપ ડે્રેનેથ વીજ રેઈન વોટર હાર્વેસ્ટીંગના કામ માટે રૂા.63.73 લાખ, વોર્ડ નં.8, 15 અને 16 માં જી.યુ.ડી.એમ.-2018 ની ગ્રાન્ટ અંતર્ગત વોટર વર્કસ શાખા દ્વાર પાણીની લાઈન માટે ખોદવામાં આવેલ ટે્રન્ચમાં સીસી રોડ, સ્ટે્રન્ધરીંગના કામ માટે રૂા.5 લાખ સહિત કુલ રૂા.7 કરોડ 4 લાખના કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -

તેમજ જામનગર મહાનગરપાલિકાના કર્મચારીને 10-20 અને 30 વર્ષ ઉચ્ચતર પગારધોરણ આપવાની ભલામણ સાથે જનરલ બોર્ડમાં મૂકવા મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી 26 મી જાન્યુઆરી ઉજવણી વોર્ડ નં.15 અને 16 માં કરવાનું પણ મંજૂર કરાયું હતું. જામનગર મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થતા સુનિલભાઈ ચૌહાણ, રંજનબેન વાઘેલા, દવે પ્રવિણચંદ્ર, પરસોતમભાઈ રાઠોડ, મુળજીભાઈ પંચાલ, ઉડયનભાઈ ભટ્ટ, બકુલભાઈ જેટી, જગદીશભાઇ શંકરભાઈ, કિશોરભાઈ શાહ સહિતના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular