જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજના પરિવારના સભ્યો પારિવારીક એક જ જગ્યાએ સારી રીતે રાસોત્સવ રમી શકે તેમજ નિહાળી શકે તે માટે એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફકત બ્રહ્મસમાજના પરિવાર માટે એક દિવસિય દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં તાલી રાસ, પંચીયા રાસ, ફ્રી સ્ટાઇલ જેવા રાસનું આયોજન કરાયું હતું દાંડીયા રાસ પૂર્ણ થયે સ્પર્ધામાં સિલેકટ થયેલા વ્યક્તિને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ તકે નરેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ વાસુ સહિતના બ્રહ્મ સમાજ ના હોદ્દેદારો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.