આર.એસ.એસ.ની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ વર્ષોથી મહિલાઓમાં વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત છે. દેશભકિતની પ્રબળ ભાવના સાથે શારીરિક બૌધ્ધિ અને માનસિક વિકાસથી વ્યકિતત્વ નિર્માણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગોે યોજાતા હોય છે. ત્યારે જામનગર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવેશ શિક્ષણ વર્ગ 2024 નું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 15 દિવસીય વર્ગનો પ્રારંભ (ઉદઘાટન) કરવામાં આવ્યું છે. જેમાં અખિલ ભારતીય સેવા પ્રમુખ સંધ્યાબેન ટીયરેના અધ્યક્ષસ્થાને કરાયું હતું. આ ઉદઘાટન સત્રમાં અતિથી વિશેષ તરીકે દિલ્હી બોર્ડ ઓફ ગવર્નરના ચેરપર્સન વસુબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ક્ષેત્ર કાર્ય વાહિકા રાજેશ્રીબેન જાની અને પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાની તેમજ અન્ય હોદ્ેદારો, શિક્ષાર્થીઓને હાજરીમાં તાલીમ વર્ગનો શુભારંભ થયો હતો.
સમાજમાં પરિવારો તૂટી રહ્યા છે. ત્યારે પરિવારની ભાવના વિકસિત થાય અને પરિવારમાં આત્મીયતા જળવાઈ રહેડ તે માટે તેમજ બહેનો સ્વરક્ષણ સમ બને, બૌધ્ધિક પાત્રતા કેળવી, રાષ્ટ્રીય ચેતના અંગે જાગૃત્ત બંને સ્વયંમ શિસ્તના પાઠ ભણીને જીવનનું મૂલ્યલક્ષી પ્રશિક્ષણ મેળવી, યોગ, કરાટે દંડ, યસ્ટી, યોગ ચાય, વગેરે પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક ક્ષમતા વધે અને વકતવ્ય, ચર્ચા સત્ર, સંવાદ અને કાર્ય શાળામાં વિવિધ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બૌધ્ધિક ક્ષમતા ખીલે જેથી રાષ્ટ્રધર્મ, સંસ્કૃતિની સુરક્ષા કરવા પ્રેરિત થવાની ભાવના કેળવાઈ તેવા ઉદેશ સાથે 15 દિવસ નિવાસીય પ્રશિક્ષણ વર્ગમાં અંદાજિત 100 જેટલા બહેનો જોડાયા છે.