કાલાવડ પંથકમાં રહેતાં નરાધમે શારીરિક અને માનસિક બીમાર મહિલાના ઘરમાં ઘુસી મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચવાની ઘટનાથી સમગ્ર પંથકમાં નરાધમ પ્રત્યે ફીટકાર વર્ષી રહ્યો છે. પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અરેરટીજનક ઘટનાની વિગત મુજબ, કાલાવડ ગામમાં રહેતાં રાજેશ વલ્લભ રાઠોડ નામના નરાધમ અને નિર્દયી શખ્સે પંથકમાં રહેતી અને 10 વર્ષથી શારીરિક તથા માનસિક બીમારીના કારણે પથારીવાસ થયેલી યુવતી તેણીના ઘરે રૂમમાં એકલી હતી તે દરમિયાન રાજેશ રાઠોડ નામના નરાધમે લાચાર યુવતીના રૂમમાં જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. નરાધમે આચરેલા દુષ્કર્મની જાણ યુવતીના પિતાને કરી હતી. જેના આધારે યુવતીના પિતાએ નરાધમ વિરૂધ્ધ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે રાજેશ રાઠોડ વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં. બીમારી સબબ પથારીવાસ યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરૂધ્ધ સમગ્ર પંથકમાંથી ફિટકાર વર્ષી રહ્યો છે. પોલીસે આ નરાધમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.