સોમવારે સુપ્રીમ કોર્ટની બહાર બે લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્નીએ કોર્ટના ગેટ ઉપર પોતાને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તરત જ તેમને પોલીસ વાનમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. પુરુષની હાલત મહિલા કરતાં વધુ ગંભીર હોવાનું કહેવાય છે. આત્મહત્યાનો પ્રયત્ન કરતી મહિલાએ યૂપીથી ધોસીના સાંસદ અતુલ રાય વિરુદ્ધ રેપ કેસ નોંધાવ્યો હતો. પુરુષ આ કેસનો સાક્ષી છે. પોતાને આગ ચાંપતા પહેલા બંનેએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. જેમા મહિલાએ પોતાને રેપ પીડિતા ગણાવી અને કહ્યું કે તમામ પ્રયત્નો પછી પણ હજી સુધી મને ન્યાય મળ્યો નથી
પોલીસે સ્થળ પરથી બોટલ જમા કરી છે. બન્ને જણા ઘરેથી જ બોટલમાં જ્વલનશીલ પદાર્થ સાથે રાખીને આવ્યાં હતાં એવી આશંકા લગાવામાં આવી રહી છે. પોલીસે સ્થળ પરથી બોટલ જમા કરી છે. તેઓ બંને કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, પરંતુ સુરક્ષાકર્મીઓ દ્વારા પૂરતા આઇડી વિના તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ દરમિયાન તેમણે પોતાને આગ ચાંપી દીધી હતી.
દુષ્કર્મની પીડિતાએ સુપ્રિમ કોર્ટનાં આંગણાંમાં ભડભડ સળગવાનું પગલું ભર્યું !
સુરક્ષાકર્મીઓએ દંપતિને આઇડી પ્રૂફ વિના અંદર જતાં રોકયા, પછીની ઘટના