કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે હાલ રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાની 32 વર્ષની યુવતીને લગ્ન કરવાની બાબતે વિશ્વાસ આપી, તેણીની ઈચ્છા વિરુદ્ધ પટેલકા ગામના વાલાભાઈ સામતભાઈ ચાવડા દ્વારા તેણીની ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો.
આ પછી પણ વાલાભાઈએ યુવતી સાથે લગ્ન નહીં કરી કરતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીની ફરિયાદ પરથી દુષ્કર્મ બદલ વાલાભાઈ સામતભાઈ ચાવડા સામે આઈપીસી કલમ 376 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણની વધુ તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ ચલાવી રહ્યા છે.