દેશને એક સુત્રે બાંધનાર ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાલ રંગોળી જામનગરના વતની અને સત્યમ કોલોનીમાં રહેતા જેસિકા વેગડ, હેતલ વેગડ અને દિવ્યા ધોકિયા દ્વારા દિવાળી નિમિતે બનાવામાં આવેલ હતી. સરદાર પટેલની આ રંગોળી 6 કલાકની જહેમત બાદ આકાર પામી હતી જે આજુબાજુના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.