દિવાળીના તહેવારોમાં ઘર આંગણે રંગોળીનું એક વિશેષ મહત્વ રહેલું હોય છે. જાતભાતના કલરો વડે ઘરની મહિલાઓ આ તહેવારો દરમિયાન ઘર આંગણાને સુશોભીત કરે છે. ત્યારે જામનગરમાં પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, વિશ્વકર્મા બાગ, ગાંધીનગર મેઇન રોડ પર નારી શક્તિ સેવા સેતુ ટ્રસ્ટ, ભાજપ પરિવાર, કરણી સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. દિવા ડેકોરેશન સ્પર્ધા યોજાયેલ જેમાં 200 મહિલાઓ દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા આવેલ હતો. જેમાં 50 જેટલી મહિલાઓએ દિવડા તૈયાર કરવામાં આવેલ હતાં. આ પ્રોગ્રામમાં જામનગર શહેરના પ્રથમ નાગરીક મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ જોશી, પરાગભાઇ પટેલ, મુકેશભાઇ માતંગ, અલ્કાબા જાડેજા, કૃપાબેન ભારાઇ, પન્નાબેન કટારીયા તેમજ આગેવાન હર્ષદભાઇ પટેલ તેમજ રાજુભાઇ કારીયા તેમજ વોર્ડ નં. 2ના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, મહામંત્રી સી.એમ. જાડેજા, હિતેશભાઇ વસાણી, પત્રકાર જગતભાઇ રાવલ, રાજપૂત સેવા સંગઠનના જિલ્લા પ્રમુખ જગદીશસિંહ જાડેજા, રાજપૂત યુવા શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, કરણી સેના આગેવાનો મુળરાજસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ સરવૈયા, રાજભા ઝાલા, રંજનબા ઝાલા, મિતલબા રાઠોડ, પ્રજ્ઞાબા રાઠોડ, મિનાબા ચુડાસમા, નયનાબા પરમાર, નારી શક્તિ સેવા સેતુ ટ્રસ્ટના પ્રમુખ પ્રજ્ઞાબા સોઢા, વર્ષાબેન રાઠોડ, વનીતાબેન દેસાણી, પગુબા રાઠોડ, ભારતીબા સોઢા, ઇલાબા સોઢા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિના સભ્ય પ્રજ્ઞાબા સોઢા તેમજ તેમની ટીમ જહેમત ઉઠાવી હતી.