જામનગર શહેરમાં આજથી બે દિવસ માટે રેંજરોવર ગાડીઓનું ડિસપ્લે તથા ટેસ્ટ ડ્રાઈવ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લોકો લાભ લઇ શકશે.
જામનગરના કાર્ગો મોટર્સના અમિતભાઈ ચાવડા એ જણાવ્યું છે કે, જામનગર શહેરમાં હોટલ વિશાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ, મેહુલ સિનેમા પાસે, જામનગર ખાતે આજે અને આવતીકાલે સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી રેંજરોવરની ગાડીઓનું ડિસપ્લે તથા ટેસ્ટ ડ્રાઈવ ઈવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં રેંજરોવર, રેંજરોવર સ્પોટ, રેંજરોવર વેલાર અને ડિફેન્ડર-110 સહિતની ગાડીઓ ઉપલબ્ધ હશે.