હાલમાં સરકાર દ્વારા ત્રણ નવા કાયદા બનાવવમાાં આવ્યા છે. જેની અમલવારી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ કાયદા અંગે રાજકોટ રેંજ આઈજીએ આજે જામનગરમાં પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકો સાથે બેઠક કરી હતી.
મળતી વિગત મુજબ, રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ આજે જામનગર આવ્યા હતાં અને આજે પોલીસ અધિક્ષક કચેરી ખાતે જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી આર બી દેવધા અને જયવીરસિંહ ઝાલા તથા દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને ડીવાયએસપી સાગર રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં હાલમાં સરકાર દ્વારા ત્રણ નવા કાયદા બનાવવામાં આવ્યા છે જે અંગેની અમલવારી ટૂંક સમયમાં શરૂ કરવાની હોય જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે આઇજીએ બેઠક યોજી હતી અને અમલીકરણ કરવાના કાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.


