જામનગરની પ્રાચીન ગરબી અનોખા રાસને કારણે આગવી ઓળખ ધરાવે છે. શહેરના કડીયાવાડ વિસ્તારમાં 40 વર્ષથી વધુ સમયથી રાંદલ અંબિકા ગરબી મંડળ દ્વારા આયોજીત ગરબીમાં સળગતી ઈંઢોણી ના રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
કડીયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી મંડળ કે જેમાં દર વર્ષે જુદા જુદા રાસ રજૂ કરવામાં આવે છે, જેના અનુસંધાને પાંચમા નોરતે ખેલૈયાઓ દ્વારા સળગતા અંગારા ની વચ્ચે મસાલ રાસ રજૂ બાદ ગઈકાલે છઠ્ઠા નોરતે સળગતી ઈંઢોણી ના રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવકોએ માથે સળગતી ઈંઢોણી લઇ ગરબે ઘૂમ્યા હતા.