અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને તેનું સ્વરૂપ પણ દેખાઇ રહ્યું છે. નિર્માણ કાર્ય દરમ્યાન જન્મભૂમિ મંદિરના જળાભિષેકની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્ર્વની અને સમુદ્રોના જળથી અભિષેક કરવામાં આવશે તેને ભવ્ય અને યાદગાર બનાવવા માટે એક મોટો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ર3 એપ્રિલે 155 દેશોની નદીઓના પાણીથી રામ લલ્લાનો જળાભિષેક કરશે. શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું કે, વિજય જોલીના નેતૃત્વમાં એક ટીમ 155 દેશોની નદીઓના પાણી યુપીના સીએ યોગી આદિત્યનાથને સોંપશે. રક્ષામંત્રી રાજનાથસિંહ અને સીએમ યોગી આદિત્યનાથ 23 એપ્રિલે મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઓડિટોરિયમ કલશની પૂજા કશે.
પૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ કહ્રયું કે જયારે મેં પાકિસ્તાનમાં સારા મિત્રો સાથે વાત કરી તો તેઓએ હિન્દુઓ પર થતાં અત્યાચાર ઉઠાવ્યો. તેઓએ તે પાણી મોકલવામાં અસર્મથતા દર્શાવી પરંતુ પાણી મોકલ્યું હું પાકિસ્તાનના હિન્દુ મિત્રોને સલામ કરૂં છું. જેમણે પાણી પેક કર્યું. પાકિસ્તાનથી રાબી નદીને અર્થપૂર્ણતા, સતર્કતા અને સક્રિયતા સાથે દુબઇ મોકલી અને દુબઇથી હું તેને ભારત લાવવામાં સફળ થયો. આ કાર્યક્રમમાં રાજદ્વારી, ધાર્મિક અને આધ્યાત્મિક આગેવાનો ઉપરાંત દેશ-વિદેશમાંથી પણ મહાનુભાવોને આમંત્રિત કરવાની તૈયારી રામ મંદિરના ભૂમિપૂજન સમયે પણ દેશની પવિત્ર નદીઓના પાણી અને પવિત્ર સ્થળોની માટી પાયામાં નાખવામાં આવી હતી. હવે ફરી નિર્માણાધિન શ્રી રામ મંદિરને પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવાની તૈયારી છે.