હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ માં ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોજવામાં આવેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ભાણવડ ના રણજિત પરા વિસ્તાર થી ભાણવડ ની મુખ્ય બજારમાંથી ભીડ ભંજન મંદિરે સંપન્ન કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે આજરોજ શહેરમાં ધર્મમય માહોલ જોવા મળ્યો હતો