ડુંગળી ના ઓછા ભાવના વિરોધમાં ધારાસભ્ય હેંમત ખવા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામજોધપુર લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમત ખવા દ્વારા ડુંગળીના ઓછા ભાવોને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા ખેડૂતોને સાથે રાખી જામજોધપુર મીની બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઇ હતી. રેલીમાં ચાલતી વખતે હેમત ખવા તથા ખેડૂતો દ્વારા રસ્તામાં વેપારીઓ, રીક્ષાવાળાઓ, લારીવાળાઓ તથા અન્ય લોકોને વિનામુલ્યે ડુંગળી આપી અનોખો વિરોધ કર્યો હતો. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
View this post on Instagram


