Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહના પ્રચાર અર્થે રાજ્યસભા સાંસદ શક્તિસિંહની જનસભા

જામનગર ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહના પ્રચાર અર્થે રાજ્યસભા સાંસદ શક્તિસિંહની જનસભા

સર્વમંગલ પાર્ટી પ્લોટમાં સ્વયંભૂ જનમેદની ઉમટી પડી : બિપેન્દ્રસિંહને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા અને કોંગે્રસનો હાથ મજબુત કરવા શક્તિસિંહની હાંકલ

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આવતીકાલે પ્રચાર પરઘમ શાંત પડી જશે. ત્યારે દિગ્ગજ નેતાઓ દ્વારા જામનગરમાં સભાઓ તેમજ રેલીઓ યોજાઈ રહી છે. જામનગર ઉત્તર વિધાનસભાના કોંગે્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર અર્થે શનિવારે શહેરના ગાંધીનગર રોડ પર આવેલ સર્વમંગલ પાર્ટી પ્લોટમાં રાજ્યસભાના સાંસદ અને કોંગે્રસના અનુભવી નેતા શકિતસિંહ ગોહિલની સભા યોજાઈ હતી. આ જનસભામાં પાર્ટી પ્લોટની જગ્યા જાણે ટૂંકી પડી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો મોટી સંખ્યામાં આ જનસભામાં ઉમટયા હતાં. રાજ્યસભા સાંસદ શકિતસિંહ ગોહિલે આ જનસભામાં ભાજપા સરકાર ઉપર આકરાં પ્રહારો કર્યા હતાં અને કોંગે્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા તેમજ કોંગે્રસના હાથ મજબુત કરવા હાંકલ કરી હતી.

- Advertisement -

શનિવારે કોંગે્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર માટે રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે જનસભાને સંબોધન કર્યુ હતું. આ જનસભામાં શકિતસિંહ ગોહિલે ‘ડબલ એન્જિન’ સરકારના દાવા કરતી ભાજપા સરકારને આડે હાથ લીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે, હવે લોકો પરિવર્તન ઈચ્છે છે અને કોંગે્રસ જ એક સારું શાસન આપી શકે તેમ છે. આથી જામનગર ઉત્તર વિધાનસભાના કોંગે્રસના ઉમેદવાર કે જે વેપારી અગ્રણી છે અને સમાજમાં પણ સારી છાપ ધરાવે છે. ત્યારે તેમને જંગી બહુમતિથી વિજયી બનાવી કોંગે્રસને મજબુત કરવા હાંકલ કરી હતી. આ જંગી જાહેરસભામાં સ્વયંભૂ ઉમટી પડેલી જનમેદનીથી પાર્ટી પ્લોટમાં જગ્યા ખૂટી પડી હતી. કોંગે્રસના જામનગર ઉત્તર વિધાનસભાના ઉમેદવાર બિપેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, ઉત્તર વિધાનસભાના એક-એક વિસ્તારમાં લોકોના જે આશિર્વાદ મળે છે તે જોતા લાગે છે કે પરિવર્તન થઈ ગયું સમજો.

આ સભામાં શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના કોંગે્રસના હોદ્ેદારો-અગ્રણીઓ, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular