ભારતીય વાયુસેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવનાર રવિવારે અટલ સરોવર ખાતે ભવ્ય સૂર્યકિરણ એર શો અને સંલગ્ન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
6 ડિસેમ્બરે એર શોની રિહર્સલ, જ્યારે 7 ડિસેમ્બરે મુખ્ય એર શો યોજાશે. અટલ સરોવર ફરતે આવેલા સ્માર્ટ સિટી વિસ્તારને વ્યૂઇંગ ઝોન તરીકે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી કાર્યક્રમ નિહાળી શકે.
View this post on Instagram
એર શો દરમિયાન ભારતીય વાયુસેનાનો બેન્ડ પ્રદર્શન કરશે તથા ગરુડ કમાન્ડોના હત્યારોનું વિશેષ પ્રદર્શન પણ જોવા મળશે. અંદાજિત એક લાખથી પણ વધુ લોકો આ અદભુત એર શો નિહાળવા માટે પહોંચશે એવી શક્યતા વ્યક્ત થઈ છે.
આ પહેલાં રાજકોટના આકાશમાં આજે સૂર્યકિરણ ટીમે રિહર્સલ કરી હતુ. જેમાં આકાશમાં વિમાનોની શાનદાર ઝલક જોવા મળતા લોકોમાં રોમાંચ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. રાજકોટ શહેર ભવ્ય અને દેશભક્તિના જજ્બાથી ભરપૂર આ એર શોને લઈ સંપૂર્ણ રીતે તૈયાર છે.


