Monday, January 12, 2026
Homeરાજ્યરાજકોટના અગ્રણી દાતા પરિવારના ડો. સુશિલાબેન શેઠની વિદાય

રાજકોટના અગ્રણી દાતા પરિવારના ડો. સુશિલાબેન શેઠની વિદાય

સદ્ગતના નિધનથી સમગ્ર સમાજને મોટી ખોટ : પૂજ્ય ધીરગુરૂદેવ

રાજકોટના ધાર્મિક સામાજિક ક્ષેત્રે દાનવીર કેશવલાલ તલકચંદ શેઠના પુત્રી ડો. સુશીલાબેન શેઠ (ઉ.વ.95) તા.20-4-23ના અરિહંતશરણ પામેલ છે. મુંબઇ સ્થિત કાંતિલાલ કેશવલાલ શેઠના નાનાબેન અને સ્વ.હીરાબેન, સ્વ. લીલાવંતીબેન મોદી, સ્વ.જયાબેન શાહ, સ્વ. ઈન્દુબેન ઉદાણીના બહેન થતા હતાં.

- Advertisement -

ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રીપદે સેવા આપનાર સુશીલાબેન કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, જી.ટી.શેઠ હાઇસ્કૂલ, જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ફિઝિયોથેરાપી સેન્ટર વગેરેમાં કાર્યરત હતાં. તાજેતરમાં જૈન બોર્ડિંગમાં 21 લાખનું અનુદાન કરેલ. સદગતના નિધનથી સમગ્ર સમાજને મોટી ખોટ પડી છે. તેમ પૂ. શ્રી ધીરગુરૂદેવે કેસરવાડી જૈન સંઘમાં મુંબઇ ખાતે શ્રધ્ધાંજલિમાં જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular