જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગરના બે પુર્વ રણજી ક્રિકેટરોને અંજલી આપવા 40-40 ઓવરના વન-ડેની નોક-આઉટ ટુનર્નામેન્ટ પુર્ણ થઈ હતી. જેનો એપ્રિલ માસમાં આરંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં સિનિયરો અને અડર-14ના ખેલાડીઓના કુલ 76 મેચો અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ક્રિકેટ બગલો ખાતે રમાવામાં આવ્યા હતા. જેમાં તા.29 નવેમ્બરના ફાઈનલમાં જામનગરની અને રાજકોટની ટીમ વચ્ચે મેચ રમાયો હતો. જેમાં શાનપુર્વક રાજકોટની ટીમે ટુર્નામેન્ટ જીતી હતી.
એક સમયે કપીલદેવ સમકક્ષ ગણાયેલા રણજીટ્રોફીમાં તરખાટ મચાવનારા ફાસ્ટ બોલર રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાના કાત મોજામાં નિધન થયું હતું. આ જ રીતે ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીના નાનપણથી અંત સમય સુધીના ગાઢ મિત્ર એવા રણજી ેલાડી વામનભાઈ જાનીનું ગત વર્ષે નિધન થયા બાદ જામનગરના આ બંને પુર્વ રણજી ખેલાડીઓને ક્રિકેટ જગત દ્વારા અંજલી આપવા સિનિયર ક્રિકેટરો માટે રાજેન્દ્રસિંહ જાડેજા કપ અને અંડર-14ના ખેલાડીઓ માટે વામન જાની કપનું આયોજન જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતુ.
નોકઆઉટ પ્રકારની આ ટુર્નામેન્ટ 40-40 ઓવરની સિઝનબોલ ક્રિક્રેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં જામનગર સહિત સૌરાષ્ટ્રની 62 ટીમોએ રાજેન્દ્રસિંહ જાડેજા કપમાં અને 14 ટીમોએ વામન જાની કપમાં ભાગ લીધો હતો.
આ ટુનામેન્ટનો એપ્રિલમાં વાજતે-ગાજતે બેન્ડબાજા અને ફુલો સાથે ઉત્સાહ સાથે પ્રારંભ કરવામા આવ્યો. તેવા ઉત્સાહ સાથે વાજતે-ગાજતે બેન્ડબાજા અને ફુલો સાથે તેની પુર્ણાવતી કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બંને પુર્વ રણજી ખેલાડીઓના પરિવારજનોને પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતી. આ ટુર્નામેન્ટમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, વડોદરા, જામનગર, મોરબી, દ્રારકા, સિક્કા, સહીતના શહેરમાથી ટીમએ ભાગ લીધો હતો.
રાજેન્દ્રસિંહ જાડેજા કપમાં જામનગરની હાઈવે-10 અને રાજકોટની બાસુંદા-11 ટીમ વચ્ચે ફાઈનલ મેચમાં ટકકર થઈ હતી. જેમાં રાજકોટની ટીમે જીત મેળવીને ચેમ્પીયન બની હતી. જેમાં બેસ્ટ બોલર કશ્યપ રાવલ, બેસ્ટ બેસ્ટમેન દક્ષ ભીંડી અને મેચ ઓફ ધ સિરીઝ જગુ રૂડાચને જાહેર કરીને સન્માનિત કરાયા હતા. વામન જાની કપમાં અન્ડર-14 ની જામનગરની JDCA-E અને JDCA-A વચ્ચે ટકકર થઈ હતી. જેમાં JDCA-A જીત મેળવીને ચેમ્પીયન બની હતી. જેમાં મેન ઓફ ધ મેચ ચિરાગ વદર અને મેચ ઓફ ધ સિરીઝ હષિત ગણાતા જાહેર થયા હતા. ચેમ્પીયન બંન્ને ટીમને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. સાથે રર્નરઅપ ટીમના ખૈલાડીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે ખાસ મૈદાનની ખાસ કાળજી લેનાર ગ્રાઉન્ડમેન દુદાભાઈ બગડાને વિશેષ સન્માનિત કરાયા હતા.
પુર્વ રણજી ટ્રોફીના ખૈલાડી વામન જાની અને રાજેન્દ્રસિંહ જાડેજાના પરીવારજનોએ ખાસ હાજરી આપી અને ખુશી વ્યકત કરી હતી. સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાના પત્ની યાશિકાકુમારી જાડેજા તેમજ પુત્રી-જમાઈ સાથે વામન જાનીના પરીવારના હિમાંશુ જાની, સંજય જાની સહિતના પરીવારજનોએ ખાસ હાજરી આપી હતી. બંન્નેના પરીવારજનોએ આ ટુર્નામેન્ટના આયોજનને વખાણી દર વર્ષે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવા સુચન કર્યુ. સાથે આયોજનને ખાસ મેડલથી સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તકે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વનોદ ખીમસુર્યા, શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલ કગથરા, ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢા, સ્ટેડીંગ કમીટના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, ખબર ગુજરાતના તંત્રી નિલેશભાઈ ઉદાણી, જયેશભાઈ મારફતીયા, પુર્વ રણજી ટ્રોફીના ખૈલાડી ચંદ્રકાંત બક્ષી, પ્રશિક્ષણ કેન્દ્ર-સ્પોર્ટ ઓર્થોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત-ગમત અઘિકારી ભાવેશ રાવલીયા, જામનગર ડ્રિસ્ટ્રીકટ ક્રિકેટ એશોસિયેશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સમગ્ર ટુર્નામેન્ટના પ્રોજેકટ ચેરમેન કશ્યપ મહેતા, ટુર્નામેન્ટના કોર્ડિનેટર ભરત મથ્થર, કમટીના સભ્ય નરેન્દ્ર કણઝારીયા સહીતના ક્રિકેટપ્રેમીઓ અને વાલીઓની હાજરીમાં આપી હતી. કાર્યક્રમમાં આવેલા આમંત્રિત મહેમાનોને બેન્ડબાજ-ફુલો સાથે સ્વાગત આવકાર કરવામાં આવ્યા હતાં. બાદ કાર્યકમની શરૂઆતમાં નાનક ત્રિવેદીની ટીમ દ્વારા રાસ રજુ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યકમમાં એનાઉન્સર તરીકે લલીતભાઈ જોશીએ સેવા આપી હતી.