મહાનગર પાલિકાની ચુંટણીઓને લઇને આજે સવારથી જ મતદાન શરુ થઇ ગયું છે. ગુજરાતની 6 મનપા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં સવારના 7 વાગ્યાથી મતદાન થયું છે. જે પૈકી સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે. જયારે સુધી ઓછુ મતદાન અમદાવાદમાં થયું છે. રાજકોટ બાદ જામનગરમાં 4.92% મતદાન થયું છે. જે 6 મનપા પૈકી બીજા ક્રમે છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની છ મહાનગરપાલિકાની 576 બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણી લડાવી રહ્યું છે. ગુજરાતની છ એ છ મહાનગર પાલિકાની તમામે તમામ બેઠક ઉપર એક માત્ર ભારતીય જનતા પાર્ટી જ ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસ માત્ર વડોદરા મહાનગરપાલિકાની તમામે તમામ 76 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસે છ મહાનગરપાલિકાની 576 બેઠકની સામે 564 ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે.
ગુજરાતની 6 મનપા પૈકી 7 થી 10:30 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે. રાજકોટમાં સૌથી વધુ 5.93% મતદાન થયું છે. ત્યારબાદ જામનગર 4.92% સાથે બીજા ક્રમે છે. અત્યાર સુધી સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં 3.44% મતદાન થયું છે.
મતક્ષેત્ર | કુલ વોડૅ | નોંધાયેલ વોડૅ | પુરુષ મતદાર | સ્ત્રી મતદાર | કુલ મતદાર | પુરુષ મતદાન | સ્ત્રી મતદાન | કુલ મતદાન | કુલ મતદાન (7 થી 10:30) |
રાજકોટ | 18 | 18 | 567001 | 526990 | 1093991 | 44099 | 20799 | 64898 | 5.93 |
જામનગર | 16 | 16 | 250269 | 238727 | 488996 | 16271 | 7799 | 24070 | 4.92 |
ભાવનગર | 13 | 13 | 270677 | 254237 | 524914 | 15783 | 8468 | 24251 | 4.62 |
સુરત | 30 | 30 | 1817064 | 1471095 | 3288159 | 106468 | 44983 | 151451 | 4.61 |
વડોદરા | 19 | 19 | 741794 | 706286 | 1448080 | 40974 | 24456 | 65430 | 4.52 |
અમદાવાદ | 48 | 48 | 2414483 | 2210109 | 4624592 | 110940 | 48080 | 159020 | 3.44 |