રાજકોટથી દુબઇ સ્થાપી થયેલા ગુજરાતી ઉદ્યોગપતિ પ્રિતેશભાઇ અનડકટે શ્રીલંકામાં રમાતી પ્રીમિયર લીગની એક ટીમમાં 50 ટકાની હિસ્સેદારી ખરીદી કો-ઓનર બન્યા છે. દુબઇ સ્થિત પ્રિતેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, પોતાને ક્રિકેટનો અનહદ શોખ હોય દુબઇમાં તેઓ પણ ક્રિકેટ રમે છે. દુબઇમાં પણ ક્રિકેટનો ક્રેઝ હોવાથી યુએઇના ક્રિકેટ એસોસિએશન સાથે મળી તેઓ રોયોલ પ્રીમિયર લીગના નામની ટૂર્નામેન્ટ રમાડીએ છીએ. આ ટૂર્નામેન્ટમાં એક ટીમનું નામ રાજકોટ થંડર રાખ્યું છે. હાલ ક્રિકેટનીરમતાં પ્રીમિયર લીગ ખૂબ- જ પ્રચલિત હોવાથી અનેક દેશોમાં સ્થાનિક અને વિદેશી ખેલાડીઓને સામેલ કરી ટૂર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. આવી પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં પણ રમાય છે. શ્રીલંકા પ્રીમિયર લીગમાં રમતી કોલંબો કિંગ્સની 50 ટકા હિસ્સેદારી ખરીદી કો-ઓનર બન્યો છું. કો-ઓનર અંગેની તમામ જરૂરી કાર્યવાહીઓ પૂરી થઇ ગઇ છે. િ5્રતેશભાઇએ વધુમાં કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એ-20 ટૂર્ના.નું આયોજન કરાયું છે. આઇપીએલ બાદ વિદેશમાં રમાતી લીગ ટૂર્નામેન્ટમાં ટીમના કો-ઓનર તરીકે વધુ એક ગુજરાતીએ ક્રિકેટ જગતમાં ડંકો વગાડયો છે.