છતીસગઢ તથા રાજસ્થાનમાં મુખ્યમંત્રીપદનાં ચહેરા વિશે ભાજપ દ્વારા સરપ્રાઈઝ આપવામાં આવ્યા બાદ રાજસ્થાનમાં પણ આવી જ નીતિ અપનાવવામાં આવે છે કે કેમ તે વિશે સસ્પેન્સ સર્જાયુ છે. રાજસ્થાન વિધાનસભા પક્ષની બેઠક બપોરે મળશે અને તેમાં મુખ્યમંત્રીનું નામ નકકી થવાની સંભાવના છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. છતીસગઢ તથા મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી જાહેર કરી દેવાયા છે. રાજસ્થાનમાં આંતરીક ખેંચતાણની અટકળો વચ્ચે નામ નકકી થઈ શકયુ નથી. વિધાનસભા પક્ષની બેઠક ગઈકાલે રદ કરીને આજ પર પાછી ઠેલાતા ભારે ખેંચતાણની અટકળો વધુ દ્રઢ બની હતી. ભાજપ નેતાગીરીએ છતીસગઢમાં મુખ્યમંત્રી તરીકે આદિવાસી ચહેરો પસંદ કર્યો છે.મધ્યપ્રદેશમાં ઓબીસીને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે. આ બન્ને નામ ‘સરપ્રાઈઝ’ હતા ત્યારે રાજસ્થાનમાં ચર્ચામાં છે તેવુ નામ પસંદ થશે કે કેમ તેના પર સવાલ છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીપદનાં દાવેદારમાં વસુંધરા રાજે, કેન્દ્રીય પ્રધાનો અર્જુનરામ, ગજેન્દ્રસિંઘ શેખાવત તથા અશ્વીની વૈષ્ણવના નામો છે. આજે વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ નકકી થશે ચાર વાગ્યે બેઠક રાખવામાં આવી છે.ભાજપ મોવડીઓએ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંઘ તથા સરોજ પાંડે તથા વિનોદ તાવડેને નિરિક્ષકો તરીકે મોકલ્યા છે. તમામ ધારાસભ્યોને ફરજીયાત હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આજની બેઠકમાં જ મુખ્યમંત્રીનુ નામ નકકી કરીને જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીપદ માટે ચાર નામોની ચર્ચા છે. તેમાંથી જ નામ નકકી થાય છે કે કોઈ સરપ્રાઈઝ નામ જાહેર થાય છે.તેના પર મીટ માંડવામાં આવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ફરી આ પદ મેળવવા નેતાગીરી પર જબરજસ્ત દબાણ સજર્યુ છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરીને ધારાસભ્યોનું સમર્થન રહેવાનો આડકતરો ઈશારો પણ કરી દીધો છે.