Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર : કયાંક નદીઓ ગાંડીતુર તો કયાંક ભુસખ્લન

દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર : કયાંક નદીઓ ગાંડીતુર તો કયાંક ભુસખ્લન

ભારતમાં ચોમાસાની આ સીઝનમાં ઠેર ઠેર વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. સિક્કીમ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં વરસાદી તારાજી સર્જી છે. કયાંક નદીઓ ગાંડીતુર બની છે તો વળી કયાંક ભુસ્ખલાનની ઘટના બની રહી છે. શાળા – કોલેજોમાં રજા આપવાની ફરજ પડી રહી છે. પરિસ્થિતિ કયાંક ચિંતાજનક બની રહી છે. જ્યારે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -

ભારતના જુદા જુદા રાજ્યોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસતી જોવા મળી રહી છે. રાજસ્થાનની ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણાં બંધ ડેમો ઓવરફલો જઈ રહ્યા છે. ત્યારે કેટલાંક ગામોમાં 10 થી 15 ફુટ પાણી ભરાઈ ગયું છે ત્યારે ગામડાઓમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાઈ રહ્યા છે હવામાન વિભાગે આજે અજમેર, જયપુર, બિકાનેર અને જોધપુર વિભાગના કેટલાંક ભાગોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરી છે.

- Advertisement -

જ્યારે સિક્કીમમાં ભારે વરસાદને પરિણામે ઉપરા ઢુંગુમાં રામોમ તીસ્તા પુલ પાસે ભુસ્ખ્લન થયું જેના કારણે ગામનો સંપર્ક તુટી ગયો છે. સિક્કીમમાં છેલ્લાં કેટલાંક સમયથી ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં તબાહી મચી ગઇ છે. તાજેતરમાં ઉત્તર સિક્કીમના ઉપરા ઢુંગુુમાં રામોમ તીસ્તા પુલ પાસે એક મોટો ભુસ્ખ્લન થયો હતો. જેના કરણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ, રામોમ તીસ્તા પુલને નુકસાન થયું છે. જે ઉપલા ઢુંગુના લોકોને બહારની દુનિયા સાથેનો એકમાત્ર સંપર્ક છે. તિસ્તા નદીનું પાણી ખતરનાક સ્તરે વધી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 પર નદીનું પાણી વહી રહ્યું છે અને માર્ગ બંધ થઈ ગયો છે ત્યારે સિક્કીમને પશ્ર્ચિમ બંગાળ અને દેશના બાકીના ભાગો સાથે જોડતો મુખ્ય રસ્તો બંધ થવો એ મોટી સમસ્યા છે.

- Advertisement -

તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં છેલ્લાં ત્રણ દિવસના ભારે વરસાદથી 13 જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. દ્રશ્યોમાં જોવા મળે છે કે, બધુ જ પાણી પાણી થઈ ગયું છે. મુરેના, ભિંડા, ગ્લાવિયર, બુદેલખંડ ક્ષેત્રમાં ચંબલ નદી પુરની જેમ ઉભરાઇ રહી છે. સિંઘ અને શિવપુરી ગામને ડુબાડી રહી છે. નર્મદા કિનારાના વિસ્તારો પણ પુરની ઝપેટમાં છે. સેનાના જવાનો અને તંત્ર દ્વારા ઠેર – ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે. સંપર્ક વિહોણા ગામો સુધી પહોંચીને રેસ્કયુ કરાઇ રહ્યું છે તો કયાંક શાળાના બાળકોને સલામત રીતે બચાવ કામગીરી દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે તો દિલ્હીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular