- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ અવિરત રીતે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન કલ્યાણપુર તાલુકામાં 36 મી.મી. બાદ આજે સવારે વધુ અડધો ઈંચ મળી, કુલ બે ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામોમાં પણ ગઈકાલે આશરે અડધા ઈંચ સુધીના ઝાપટા વરસાદ બાદ આજે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાનો દૌર યથાવત રહ્યો છે. આ લખાય છે ત્યારે સવારે 11 વાગ્યે વરસાદના ઝાપટા ચાલુ છે અને શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આમ, આજે સવારે પણ વધુ એક ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.
ગઈકાલથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં એક ઇંચ જ્યારે ભાણવડ પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદના પગલે ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે
- Advertisement -