બંગાળની ખાડીમાં લો-પ્રેસર, વેસ્ટર્ન ડિસ્ર્ટબન્સ તથા આંધ્રપ્રદેશમાં ચક્રાવાતી પવનોને કારણે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હવામાન પલ્ટો સર્જાયો છે અને ભારે વરસાદ વચ્ચે જાનખુવારી પણ થઇ છે. ગુજરાતમાં 91 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે છતીસગઢ, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, દિલ્હી, તેલંગાણા સહિતના રાજ્યોમાં વરસાદ થયો છે. ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી હોવા છતા હવે કમોસમી વરસાદ શરુ થયો હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન 91 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. થંડર સ્ટ્રોમ એક્ટીવીટીના કારણે આ હવામાન પલ્ટો થયો હતો.