ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડયો હતો. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં ચાર ઈંચ, તાલાલામાં 2.2 ઈંચ, કેશોદમાં 2.1 ઈંચ, હાટીનામાં 2.1 ઈંચ તો ઉના, પાટણ, વેરાવળ, સુત્રાપાડા, દેવભૂમિ દ્વારકા, ખેડબ્રહ્મા, કોડીનાર વગેરેમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જ્યારે હજુ પણ આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જેવા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ તો અન્ય સ્થાનો પર મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે ત્યારે વરસાદની સંભાવનાઓ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.


