Sunday, December 22, 2024
Homeરાજ્યવાવાઝોડાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રની આ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ

વાવાઝોડાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રની આ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ

- Advertisement -

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થયું છે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સાંજે અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તો કેરીના પાકને નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે.

- Advertisement -

ગુજરાત પર 18 મેના રોજ ‘તૌકતે’ નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. અમરેલી જીલ્લાના ધારી ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધારી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. ધારી, સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના મતે 13મેની સવારે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ. 14મે સુધીમાં વેલમાર્કથી ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારબાદ, દક્ષિણપૂર્વી અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અસર વધશે અને પછી ઉતર પશ્ચિમથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે.આગામી 16,17 અને 18 તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે.16 મેના અમરેલી, ભાવનગર, દિવ સહિતના વિસ્તારમાં  વરસાદ પડી શકે છે. 17 મેના ગીર, સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દિવમાં પડી શકે છે વરસાદ. 18 મેના રોજ ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular