જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આજે વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી ઝાપટાંને કારણે શહેરમાં પાણી ફરી વળ્યાં હતાં.
નવરાત્રિ દરમિયાન વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે વરસાદી ઝાપટાંથી ગરબી સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા જામજોધપુર શહેરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યાં હતાં. વરસાદી ઝાપટાને પરિણામે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. બપોરે ચારેક વાગ્યા બાદ જામજોધપુર ટાઉન અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન પલટાયું હતું. સૂર્યદેવતાના આકરાં પ્રકોપ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં અને વરસાદ શરૂ થયો હતો. એકાદ કલાકના સમયગાળા દરમિયાન પોણો ઈંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વરસાદને પરિણામે ખેડૂતો તેમજ ગરબી સંચાલકો ચિંતીત થયા હતાં.