Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયા સહિત જિલ્લામાં નોરતાના બીજા દિવસે વરસાદી ઝાપટા

ખંભાળિયા સહિત જિલ્લામાં નોરતાના બીજા દિવસે વરસાદી ઝાપટા

- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ બપોર બાદ જુદા જુદા વિસ્તારોમાં વરસાદી વાદળોની જમાવટ રહી હતી. ખંભાળિયા-દ્વારકા પટ્ટી પરના રાણ, લીમડી, દાત્રાણા, જુવાનપુર સહિતના ગામોમાં આજરોજ બપોરે આશરે ત્રણેક વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આજરોજ ચારેક વાગ્યે ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ વરસતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા.
આ સાથે સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બની રહ્યું હતું. આજરોજ બીજા નોરતે વરસાદી માહોલ સર્જાતાં ગરબી સંચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular