ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રસ્ત બન્યા છે. મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રી વટાવી ગયો છે. સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહીના પગલે યલો એલર્ટ ત્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તેવામાં અમરેલીમાં ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદના પરિણામે લોકોને ગરમી માંથી તો રાહત મળી હતી. પરંતુ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
#Gujarat #amreli #rain #Video #Khabargujarat
અમરેલીમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ
ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં કમોસમી વરસાદ થયો pic.twitter.com/WeMuRCkfKq— Khabar Gujarat (@khabargujarat) May 2, 2022
અમરેલી જીલ્લામાં 40 ડીગ્રી જેટલું તાપમાન રહે છે. આજે બપોર સુધી ભારે ગરમી અને બપોર બાદ અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અને કરા પણ પડ્યા હતા. વરસાદના પરિણામે રોડ પણ પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ કેરીના પાકને નુકશાન થવાની શક્યતાઓના પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.