રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ પડયો છે. જેમાં રાજ્યમાં મેઘમહેર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. તેમાં જૂનાગઢના માંગરોળમાં તથા ખેડાના મહેમદાવાદમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા જૂનાગઢના માણાવદરમાં અઢી ઈંચથી વધુ વરસાદ પવ્યો છે., રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ પડયો ગીર સોમનાથના તલાલામાં 2 ઇંચથી વધુ વરસાદ છે. તથા અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદ પક્યો છે. તેમજ અન્ય પાંચ તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહો છે. તથા સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. તેમજ ભાવનગર, અમરેલી, મોરબી, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. તથા આ વષે ચોમાસુ સારું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ અમદાવાદ ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદી ઝાપટા પડશે. રાજ્યભરમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ રહેશે.