Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી પોણો ઈંચ વરસાદ

જામનગર જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી પોણો ઈંચ વરસાદ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની સિઝનમાં શરૂઆતી વરસાદ બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને છેલ્લાં ત્રણ દિવસથી વાદળિયા હવામાન વચ્ચે જિલ્લામાં સર્વત્ર ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને છેલ્લાં 24 કલાક દરમિયાન લૈયારા, મોટા પાંચદેવડા અને પીપરટોડામાં વધુ પોણો-પોણો ઈંચ તથા જામજોધપુરમાં વધુ અડધો ઈંચ વરસાદ પડયો હતો.

રાજ્યમાં ચોમાસાની સીઝનની શરૂઆતમાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ મેઘરાજાએ વિરામ રાખતા ખેડૂતો અને લોકોમાં ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતાં. ત્યારબાદ છેલ્લાં ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘાવી માહોલ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન લૈયારા, મોટા પાંચદેવડા, વાંસજાળિયા અને પીપરટોડા ગામમાં પોણો-પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ બાલંભા, પીઠડ, ખરેડી અને સમાણામાં અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું હતું. જામજોધપુરમાં અડધો ઈંચ અને લાલપુર, ધ્રોલ, જોડિયામાં જોરદાર ઝાપટા પડયા હતાં. જ્યારે જામનગરમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. ઉપરાંત લતીપર અને ધ્રાફા, મોટા ખડબા, ભણગોર, મોડપર, પરડવા, ધુનડા, નવાગામ, નિકાવા, જાલિયાદેવાણીમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular