Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર શહેર ઉપર મેઘરાજા ઓળઘોળ

Video : જામનગર શહેર ઉપર મેઘરાજા ઓળઘોળ

જામનગર શહેરમાં સવારે 6 થી 10 સુધીમાં ચાર ઈંચ વરસાદ : સતત બીજા દિવસે ચાર કલાકમાં ચાર ઈંચ : શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : 30 વર્ષના મોસમના કુલ વરસાદ કરતા પણ વધુ વરસાદ પડયો : જોડિયામાં ત્રણ ઈંચ, ધ્રોલમાં પોણો ઈંચ, લાલપુર અને કાલાવડમાં વરસાદી વિરામ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાનો પ્રારંભ થયાના શરૂઆતી દિવસોમાં જ શહેરમાં 30 વર્ષના સરેરાશ વરસાદ કરતાં પણ વધુ વરસાદ વરસી ગયો છે. જ્યારે તાલુકા મથકોએ પણ 60 ટકાથી મોસમનો વરસાદ વરસી ગયો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જામનગર શહેરમાં વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતાં અને રૂટીન મુજબ અનેક વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાઈ ગયા હતાં.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસાનો પ્રારંભ થયા બાદ મેઘમહેર અવિરત રહી છે તેમાં પણ જામનગર જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. ખાસ કરીને જામનગર શહેર ઉપર મેઘરાજા ઓળઘોળ થઈ ગયા હોય તેમ મોસમના પ્રારંભ પછીના એક સપ્તાહમાં જ સરેરાશ વરસાદ કરતા 6 ટકા વધુ વરસાદ વરસી ગયો છે. જ્યારે તાલુકાના ગ્રામ્યમથકોએ પણ 60 ટકા જેટલો મોસમનો વરસાદ વરસી ગયો છે. જામનગર શહેરમાં ગઈકાલની જેમ જ આજે પણ વહેલીસવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં 109 મિ.મી. (ચાર ઈંચ) વધુ વરસી જતા જામનગર શહેરમાં મોસમનો કુલ વરસાદ 830 મિ.મી.એટલે કે 33 ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના આંકડા મુજબ, જામનગર શહેરમાં ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસઈ, લાખાબાવળમા એક-એક ઈંચ અને અલિયાબાડા-દરેડ, મોટી ભલસાણ, ફલ્લામાં અડધો-અડધો ઈંચ તેમજ મોટી બાણુંગારમાં સામાન્ય ઝાપટું પડયાના અહેવાલ છે.

- Advertisement -

જોડિયા ગામમાં પણ છેલ્લાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં પણ ખાસ કરીને રાત્રિના 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં બે ઈંચ પાણી વરસી ગયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હડિયાણા અને બાલંભામાં અડધો-અડધો ઇંચ તથા પીઠડમાં સામાન્ય ઝાપટું પડયાના અહેવાલ છે. ધ્રોલ ગામમાં છેલ્લાં 24 કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લતીપુર, જાલિયદેવાણી અને લ્ સામાન્ય ઝાપટા પડયા છે. ઉપરાંત કાલાવડ ગામમાં 24 કલાક દરમિયાન વરસાદી વિરામ રહ્યો હતો.પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નિકાવા અને નવાગામમાં પોણો-પોણ ઈંચ તથા ભ.બેરાજા અને ખરેડી તથા મોટા પાંચદેવડામાં અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું હતું. મોટા વડાળામાં સામાન્ય ઝાપટું પડયું હતું.

જામજોધપુર ગામમાં 24 કલાક દરમિયાન છુટાછવાયા ધીમી ધારે ઝાપટા વરસ્યા હતાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આંકડા જોઇએ તો ધ્રાફામાં એક ઈંચ પાણી પડયું હતું. જ્યારે વાંસજાળિયામાં અડધો ઈંચ અને સમાણા, શેઠવડાળા, જામવાડી, ધુનડા અને પરડવામાં જોરદાર ઝાપટા પડયા છે. લાલપુર ગામમાં વરસાદી વિરામ રહ્યો છે અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પીપરટોડા, પડાણા અને હરીપરમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય ગામોમાં મેઘાવી વિરામ રહ્યો હતો.

- Advertisement -

જામનગર જિલ્લામાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના વરસાદમાં જામનગર શહેરમાં વધુ ચાર ઈંચ, જ્યારે ધ્રોલમાં પોણો ઈંચ અને લાલપુરમાં સામાન્ય ઝાપટું પડયું હતું. આજે સવારે 10 વાગ્યા સુધીમાં જિલ્લાના વરસાદના કુલ આંકડાઓમાં જોઇએ તો જામનગર શહેરમાં 830 મિ.મી. (33 ઈંચ), જોડિયામાં 458 મિ.મી. (18.3 ઈંચ) , ધ્રોલમાં 450 મિ.મી.(18 ઈંચ), કાલાવડમાં 427 મિ.મી. (17 ઈંચ), લાલપુરમાં 269 મિ.મી. (10.75 ઈંચ) અને જામજોધપુરમાં 366 મિ.મી. (14.75 ઈંચ) વરસાદ વરસ્સયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular