Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયરાહતો બંધ કરી રેલવેએ 2560 કરોડ બચાવ્યા

રાહતો બંધ કરી રેલવેએ 2560 કરોડ બચાવ્યા

વરિષ્ઠ નાગરિકોને છેલ્લા બે વર્ષથી ટિકીટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી

- Advertisement -

કોરોના મહામારી દરમિયાન રેલ્વે મંત્રાલયે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનની ટિકિટ પર આપવામાં આવતી છૂટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 19 માર્ચ, 2020 ના રોજ, રેલ્વે મંત્રાલયે રાહતો પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો હતો. છઝઈંના જવાબમાં મળેલા ડેટાના તાજેતરના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે રેલ્વેએ માર્ચ 2020 અને સપ્ટેમ્બર 2022 વચ્ચે વરિષ્ઠ નાગરિકોની રાહતો બંધ કરીને રૂા. 2560.9 કરોડની બચત કરી છે.

- Advertisement -

આ નિર્ણય બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ લગાવવા માટે લેવામાં આવ્યો હતો. હવે રોગચાળાને લગતા મોટાભાગના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે પરંતુ વરિષ્ઠ નાગરિકો માટેની છૂટછાટો પુન:સ્થાપિત કરવામાં આવી નથી.માર્ચ 2020 પહેલા, 58 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને ટ્રેન ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું. તે જ સમયે, 60 વર્ષ અને તેથી વધુ વયના પુરૂષોને ટ્રેન મુસાફરી પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ રાહતો ગરીબ રથ, ગતિમાન એક્સપ્રેસ, સુવિધા અને હમસફર જેવી કેટલીક ટ્રેનો સિવાય તમામ ટ્રેનોની કોઈપણ વર્ગની ટિકિટ ખરીદવા પર ઉપલબ્ધ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular