રેલવેએ અનારક્ષિત ટ્રેન સેવાઓ શરૂ કરવાની ઘોષણા કરી છે અને આ મહિને 71 અનરિઝર્વેટ ટ્રેનો જેટલી અનરિઝર્વ્ડ ટ્રેન શરુ કરવામાં આવશે.. 5 એપ્રિલથી જ મોટાભાગની ટ્રેનો શરુ કરવામાં આવશે.
ગયા વર્ષે, માર્ચ 2020 માં કોરોનાની મહામારીના કારણે દેશભરમાં ટ્રેનોના પૈડાં બંધ થઈ ગયા હતા. થોડા સમય પછી તે ધીરે ધીરે શરૂ કરાઈ હતી પણ હજી તમામ ટ્રેનોની સુવિધા શરુ નથી કરાઈ જેના કારણે ઘણા લોકોને ટિકિટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.પરિણામે રેલ્વે દ્રારા 71 જેટલી અનરિઝર્વ્ડ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે મંત્રી પીયુષ ગોયલ દ્રારા ટ્વીટ મારફતે આ જાણકારી આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે અનરિઝર્વ્ડ ટ્રેન શરુ કરવામાં આવતા યાત્રીઓ સુરક્ષિત અને આરામદાયક સફર કરી શકશે.
અનરિઝર્વ્ડ ટ્રેનનું લીસ્ટ જાણવા માટે આપેલ લિંક ક્લિક કરો.
https://docs.google.com/document/d/1McD7aJyPjXiCNAo5W1H6jLDXEhDu_9IX8D4t9vOI-kY/edit#