રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 03.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 04.02.2023 થી 12.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 06.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 07.02.2023 થી 12.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11.02.2023 ના રોજ રદ.
• ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12.02.2023 ના રોજ રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને 06.02.2023 થી 10.02.2023 સુધી બાંદ્રાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને 07.02.2023 થી 10.02.2023 સુધી વાંકાનેરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 06.02.2023 થી 10.02.2023 સુધી બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 07.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસને 06.02.2023 ના રોજ રીવાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
• ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ 09.02.2023 ના રોજ ઓખાથી 3 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ 10.02.2023 ના રોજ જબલપુરથી 8 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 11.02.2023 ના રોજ વેરાવળથી 7 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નં. 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 11.02.2023 ના રોજ વેરાવળ 7 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 11.02.2023 ના રોજ ઓખાથી 6 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 11.02.2023 ના રોજ ઓખાથી 9 કલાક મોડી ઉપડશે.
માર્ગ માં મોડી થનાર ટ્રેનો:
• ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ 11.02.2023 ના રોજ જામનગર-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે.
• ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 11.02.2023 ના રોજ હાપા-રાજકોટ વચ્ચે 30 મિનિટથી 45 મિનિટ સુધી મોડી થશે.
• ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 11.02.2023 ના રોજ પોરબંદર- રાજકોટ વચ્ચે 15 મિનિટથી 30 મિનિટ સુધી મોડી થશે.
31.01.2023 થી 11.02.2023 ના સમયગાળા દરમિયાન માર્ગમાં મોડી થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
• મંગળવાર: ટ્રેન નં. 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગ માં 2 કલાક 30 મિનિટથી મોડી પડશે, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ માર્ગ માં 30 મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
• બુધવાર: ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.
• શુક્રવાર: ટ્રેન નંબર 5045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.