Monday, December 23, 2024
Homeરાજ્યડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 10 જૂન થી 13 જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 11 અને 12 જૂનના રોજ અને ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 12. અને 13 જૂનના રોજ રદ રહેશે.

- Advertisement -

ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરાન્તો એક્સપ્રેસ 10 અને 11 જૂનના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી દોડશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 11 અને 12 જૂનના રોજ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10 અને 11 જૂનના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 11 અને 12 જૂનના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 11જૂનના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 12 જૂનના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular