જામનગર શહેરની બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આજે 2000ની નોટ બદલવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. આરબીઆઇ દ્વારા 2000ની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવ્યા બાદ લોકો પોતાની પાસે રહેલી 2000ની નોટ બદલવા માટે બેંકોએ પહોંચી રહયા છે. એક વખતમાં એક સાથે રૂા. 20,000 સુધીની એટલે કે 10 નોટ બેંકો બદલી આપશે. જયારે પોતાના બેંક એકાઉન્ટમાં 2000ની જમા કરવા પર કોઇ મર્યાદા નથી. બેંકો દ્વારા 2000ની નોટ બદલવા માટે ખાસ કાઉન્ટર ઉભા કરીને ગ્રાહકોને સુવિધા આપવામાં આવી રહી છે.