Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર પત્રકાર મંડળ દ્વારા રવિવારે મીટ ધ પ્રેસ દરમ્યાન લોકોના પ્રશ્નો અંગે...

જામનગર પત્રકાર મંડળ દ્વારા રવિવારે મીટ ધ પ્રેસ દરમ્યાન લોકોના પ્રશ્નો અંગે થશે ચર્ચા-વિચારણા

- Advertisement -

જામનગર પત્રકાર મંડળ દ્વારા જામનગર શહેરના વિવિધ પ્રશ્નો અને વિકાસ અંગેની વિસ્તૃત ચર્ચા માટે જામનગર મહાનગરપાલિકાના અધિકારી તેમજ સત્તાપક્ષના ચૂંટાયેલા મુખ્ય પદાધિકારીઓ સાથે મીટ ધ પ્રેસ કાર્યક્રમનું આયોજન તા. 19 જુન-2022ના રોજ કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર શહેરના નાગરિકોની સમસ્યાઓ અને નાગરિકોના પ્રશ્ર્નોને લઇ જામનગર પત્રકાર મંડળ દ્વારા મીટ ધ પ્રેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો લોકો વતી જામનગર મહાનગરપાલિકાના તંત્ર સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ચોથી જાગીર તરીકે ઓળખાતા પત્રકારોના સૌથી જૂના જામનગરના એકમાત્ર સંગઠન જામનગર પત્રકાર મંડળ દ્વારા ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરના 16 વોર્ડમાં નાગરિકોને લગતા મુખ્ય પ્રશ્ર્નોની જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે ચર્ચા થાય અને લોકોના હિતમાં તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે શુભાશય સાથે આ કાર્યક્રમમાં સત્તાધીશો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

તારીખ 19/6/2022ના રોજ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે આયોજિત આ ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, મંત્રી કિંજલભાઈ કારસરીયા, ઉપપ્રમુખ ધર્મેશભાઈ રાવલ, ખજાનચી સૂચિતભાઈ બારડ, સહમંત્રી પરેશભાઈ ફલીયા તેમજ મંડળના સભ્યો ઉપસ્થિત રહી શહેરીજનોને લગતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવશે અને તાત્કાલિક પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનો પણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular